



મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે ચાણક્યની વ્યવહાર નિતી પુસ્તક મોરબી જિલ્લાના રાજ્ય પારિતોષિક પ્રાપ્ત કરેલ શિક્ષકોને અર્પણ કરી વાંચન જાગૃતિ માટેનો પહેલ કરવામાં આવી હતી
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખના ઘેર આ અનોખી પહેલ કરવામાં આવી હતી પ્રસંગે મોરબી જિલ્લાના રાજ્ય પારિતોષિક પ્રાપ્ત કરેલ શિક્ષકોને સ્વામિ વિવેકાનંદજીના વિચારો અને ચિંતન કરતાં પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા. આજના શુભ દિવસે મોરબી જિલ્લાના રાજ્ય પારિતોષિક પ્રાપ્ત કરેલ શિક્ષકો હળવદ ખાતે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ના મહેમાન બનતા પરિવાર દ્વારા રાજીપો વ્યક્ત કરવામાં આવ્યો.

