

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી શનાળા રોડ સ્થિત ન્યુ એરા ગ્લોબલ કીડ્સ સ્કુલ ખાતે પેરેન્ટ્સ મિટીંગ યોજવા મા આવી હતી. જેમા મોરબીના બાળ રોગ નિષ્ણાંત ડો. મનિષ સનારીયા દ્વારા માતાઓને આગામી સમયમા યોજાનાર આદર્શ માતા કસોટી-૨૦૧૯ અંગે માર્ગદર્શન તેમજ માહીતી આપવામા આવી હતી.
તે ઉપરાંત બાળ ઉછેર ને લગતી વિવિધ બાબતો, બાળકોના શારીરીક-માનસિક વિકાસ તેમજ બાળકની કુટેવો દુર કઈ રીતે કરવી અને સુટેવો કેવી રીતે વિકસાવવી ઉપરાંત તાજેતરમા મોરબી ના પ્રબુધ્ધ નાગરિકો દ્વારા ક્લીન મોરબી-ગ્રીન મોરબી ઝુંબેશ અંગે માહીતી આપવામા આવી હતી. ડો. મનિષ સનારીયાએ સંસ્થાના હાર્દીકભાઈ પાડલીયા, પૂજાબેન પાડલીયા, શ્રધ્ધાબેન પંચમતીયા સહીતના તમામ સ્ટાફ ઉપરાંત દરેક વાલીનો આભાર વ્યક્ત કર્યો હતો



