


હળવદ તાલુકાના નવ ગામો પાક્વીમાંથી વંચિત હોય જેથી પાકવીમો ચુકવવા તેમજ ઓછા વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોય જેથી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે
હળવદના માનગઢ ગામના ખેડૂતોએ જીલ્લા કલેકટર અને હળવદ મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે ટીકર દેનાબેંક શાખામાં કુલ નવ ગામના ખેડૂતોએ પાકધિરાણ મેળવેલ છે અને પાક્વીમાંનું પ્રીમીયમ ભર્યું છે વર્ષ ૨૦૧૭-૧૮ માં અમારા ગામના ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અને ગામના ખેડૂતોએ પાક્વીમાં પ્રીમીયમ ભર્યું હોય છતાં પાકવીમો મંજુર કરવામાં નથી આવ્યો
જયારે તેની બાજુના જ ટીકર, મિયાણી, મયાપુર સહિતના ચાર ગામના ખેડૂતોને જ પાક્વીમાંની રકમ મંજુર કરીને માનગઢના ખેડૂતોને અન્યાય કર્યો છે વર્ષ ૨૦૧૭-૧૮ માં માનગઢ ગામના ખેડૂતોને પાકવીમો મંજુર કરવા માટે સકારાત્મક અભિપ્રાય માટેની માંગ કરી છે તે ઉપરાંત ચાલુ વર્ષે સમગ્ર હળવદ તાલુકામાં સરેરાશ ૧ થી ૨ ઇંચ જ વરસાદ થયો છે અને તમામ ગામોના પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા હોય જેથી હળવદ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે