જેતપર તપોવન વિધાલયના કોમર્સના વિદ્યાર્થીઓની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        તપોવન વિધાલય જેતપર (મોરબી) શાળા વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ જ્ઞાન મળે તેવા હેતુથી વિવિધ મુલાકાતોનું આયોજન કરતી હોય છે જેમાં તાજેતરમાં કોમર્સના વિદ્યાર્થીઓ માટે કંપનીમાં ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ યોજવામાં આવી હતી

        તપોવન વિધાલય જેતપરના ધોરણ ૧૧ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓએ તાજેતરમાં Aghara knitwear કંપનીમાં ઈન્ડસ્ટ્રીયલ વિઝિટ લીધી હતી જે મુલાકાત દરમિયાન કંપનીના ડાયરેક્ટર ચિરાગભાઈ અઘારા દ્વારા વિદ્યાર્થીઓને કંપનીના વિવિધ વિભાગમાં કેવી રીતે કામગીરી થાય છે તેની સચોટ માહિતી આપવામાં આવી હતી. ઇન્ડસ્ટ્રીયલ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રોડક્શન ડીપાર્ટમેન્ટ, સેલ્સ ડીપાર્ટમેન્ટ, ફાઈનાન્સીયલ ડીપાર્ટમેન્ટની મુલાકાત લઈને માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓને મુલાકાત દરમિયાન માર્ગદર્શન આપનાર કંપનીના ડાયરેક્ટર ચિરાગભાઈ અઘારાનો તપોવન વિધાલયના ટ્રસ્ટીઓ અને આચાર્ય સહિતના સ્ટાફે આભાર વ્યક્ત કર્યો હતો 

Comments
Loading...
WhatsApp chat