હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપરના ગામોમાં ઇન્ડોર રેસિડયૂલ્સ સ્પ્રેની કામગીરી કરાઈ 

 

આગામી દિવસો માં વરસાદની સિઝન શરૂ થવાની હોય ત્યારે એ સમય દરમ્યાન મચ્છર નો ઉપદ્રવ વધી જતો હોય છે જેનાથી લોકોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છર જન્ય રોગો થવા ની શક્યતાઓ ખુબજ વધી જતી હોય છે. જેના નિવારણ માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરા સાહેબ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ચેતન વારેવડીયાની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર માં એમ.ઓ. ડો. હિરેન વાંસદડીયાના માર્ગદર્શન હેઠળ આજથી મેલેરિયા ગ્રસ્થ ગામો માં IRS(ઇન્ડોર રેસિડયૂઅલ્સ સ્પ્રે) ની કામગીરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી)ના તાબાના ગામો કરવામાં આવી હતી.

આ કામગીરીમાં લાલપર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ જેમ કે સુપરવાઇઝર દીપકભાઈ વ્યાસ, અંજુબેન જોશી,  દિલીપભાઈ દલસાનિયા, પંકજ ગોરાણી, પિંકલબેન પરમાર, હંસાબેન ઉભડિયા જોડાયા હતા વધુમાં વધુ ગામ જનો પોતાના ઘર માં આ સ્પ્રે નો છંટકાવ કરે એ માટે સરપંચ શ્રીમતી હંસાબેન સુરેલા એ પોતાના ઘર થી શરૂઆત કરી હતી, તેમજ ઉપસરપંચ જયેશભાઇ હોથી દ્વારા ગામજનો ને આ દવા નો છંટકાવ કરવા ગ્રામ જનો ને અપીલ કરી હતી…

સાથે સાથે આજે રાષ્ટ્રીય ડેંગ્યુ દિવસ નિમિત્તે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના કર્મચારીઓ દ્વારા ગામ ના લોકોમાં આગામી દિવસોમાં મચ્છર ના ઉપદ્રવ થી થતો રોગચાળો જેવો કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા વિગેરે ના થાય એ માટે સઘન સર્વે કરી, લોકો માં જન જાગૃતિ આવે એ માટે પ્રચાર પ્રસાર કરવા માં આવ્યો હતો, પાણી માં થતા પોરા નું પ્રદર્શન કરવા માં આવ્યું હતું…..

Comments
Loading...
WhatsApp chat