



મોરબીના ઇન્દીરાનગરમાં રહેતી દક્ષાબેન ગોવિંદભાઈ મૂછડીયા(ઉ.૧૭)નામની સગીરા એક માસ પહેલા પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર કેરોસીન છાટીને દાઝી ગઈ હતી જેને પ્રથમ સારવાર માટે મોરબી અને બાદ માં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.આ યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ યુવતી ક્યા કારણોસર આવું પગલું ભર્યું તે અંગે વધુ તપાસ મોરબી બી.ડીવીઝનના આઈ.ટી.જામ ચાલવી રહ્યા છે.

