મંગળવારે ડોકટરોનું આંદોલન, જાણો શું છે માંગણીઓ ?

નવી દિલ્હીમાં દેશભરના ડોકટરો કરશે રેલી

લાંબા સમયથી પડતર માંગણીઓ સંદર્ભે તા. ૬ જુન ને મંગળવારે ચાલો દિલ્હી કાર્યક્રમના ભાગરૂપે ભારતભરમાંથી ૬૦૦૦ થી વધુ ડોક્ટર અને તબીબ વિદ્યાર્થીઓ નવી દિલ્હી રાજઘાટ ખાતે એકત્રિત થશે. જ્યાંથી રેલી સ્વરૂપે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડીયમ પહોંચી મહાસભામાં પરિવર્તિત થશે તેમજ શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શિત કરી આઈ.એમ.એ. ની માંગણીઓની પૂર્તતા માટે પુનરોચ્ચાર કરાશે. ચાલો દિલ્હી રાજઘાટ કાર્યક્રમમાં ભાગ લેવા ગુજરાતમાંથી ૨૫૦ જેટલા ડોકટરો અને તબીબ વિદ્યાર્થીઓ તા. ૫ જુન ના રોજ નવી દિલ્હી પહોંચશે તેમજ તા. ૬ ના રોજ ઈમરજન્સી સેવાઓને બાદ કરતા આખા દેશના દવાખાના તેમજ હોસ્પિટલો સવારે ૮ થી બપોરે ૨ સુધી બંધ રાખવામાં આવશે ભારતના દરેક ડોકટરો ડીજીટલ પીટીશન પર સાઈન કરશે. દરેક ડોક્ટર પેન ડાઉન સ્ટ્રાઈક એટલે કે સવારે ૧૦ થી ૧૧ દરમિયાન કોઈ પ્રિસ્ક્રીપશન આપશે નહિ.

 

Comments
Loading...
WhatsApp chat