ઇન્ડિયન લાયન્સ/લાયોનેસ કલબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

મોરબી પંથકમાં સેવાકીય પ્રવુતિ માટે હમેશા અગ્રેસર રહેતી ઇન્ડિયન લાયન્સ કલબનો ૨૦૧૮-૧૯ નો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.જેમાં ઈ.લા. ના નેશનલ ચેરમેન સહિતના મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઇન્ડિયન લાયન્સ કલબનો ઓમશાંતિ સ્કુલ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.જેમાં હાલમાં પ્રમુખ તરીકેની કામગીરી કરતા હર્ષદભાઈ ગામીની ફરી વખત વરણી કરવામાં આવી છે તેની સાથે સાથે સેક્રટરી તરીકે ભાવેશભાઈ દોશી, ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ અઘારા, રૂચિરભાઈ કારિયા, ચંદ્રિકાબહેન પલાણ, ગાઈડનર તરીકે રમણભાઈ મહેતા અને ખજાનચી તરીકે ધીરુભાઈ રામાનુજ, સહ ખજાનચી તરીકે ભરતભાઈ શ્રીમાળીને શપથ લેવડાવવામાં આવ્યા હતા.તેમજ લાયન્સ કલબ અને સમાજસેવા કેન્દ્રના સયુકત ઉપક્રમે અને ટી.ડી. પટેલના સહયોગથી શિક્ષણથી વંચિત બાળકો માટે મોબાઈલ વાન “ઓમશાંતિ સ્કુલ ઓન વ્હીલ” ની લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે ઈ.લા. હિતેશભાઈ પંડયા, આશાબહેન પંડયા, ટી.ડી. પટેલ, કૌશિકભાઈ ટાંક, નિરુપમાબહેન વાગડીયા અને વિજયાબહેન કટારીયા ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ હર્ષદભાઈ ગામી, ઉપપ્રમુખ ધનશ્યામ, રમણભાઈ મહેતા, ઘીરુભાઈ રામાનુજ, સેક્રેટરી ભાવેશભાઈ દોશીએ જહેમત ઉઠાવી હતી.

 

 

 

Comments
Loading...
WhatsApp chat