



મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં નિરાધારો સાથે ભક્તિ સંગીત અને રાસ ગરબા રમીને ઉજવણી કરવામાં આવી હતી
ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા જન્માષ્ટમીના પર્વની ઉજવણી પ્રેરણાદાયી રીતે કરી હતી જેમાં વૃદ્ધાશ્રમના વડીલો અને વિકાસ વિધાલયની બાળાઓ માટે ભક્તિ સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તમામ લોકો રાસ ગરબે ઘૂમ્યા હાતા અને બાદમાં વડીલો અને બાળાઓ માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને નિરાધાર વૃધ્ધો અને બાળાઓએ જન્માષ્ટમી પર્વને મન મુકીને માણ્યું હતું તો સંસ્થાએ પણ સાર્થક ઉજવણી કરીને પ્રેરણા પૂરી પાડી હતી



