



આજે સમગ્ર દેશ જયારે ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મોરબીની ભારતી વિધાલયમાં અનોખી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના સંચાલકોએ શાળામાં રાષ્ટ્રધ્વજ લહેરાવવાને બદલે સ્મશાન ખાતે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ અંગે શાળાના સંચાલક જણાવે છે કે સ્મશાનથી બાળકો ડરતા હોય છે જે ભય દુર કરવાનો પ્રયાસ કર્યો હતો તેમજ સ્મશાન એ પવિત્ર ધામ છે જ્યાં સ્વયં શીવનો વાસ રહે છે જેથી શાળાના બાળકો સાથે સ્માશન ખાતે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું વળી અનોખી ઉજવણીથી શાળાના બાળકો પણ ખુશ થયા હતા અને ઉત્સાહભેર પવને ઉજવાયો હતો
આ તકે સંસ્થા અગ્રણી હિતેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આજે શાળા દ્વારા સ્મશાન ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન કરાયું હતું જેમાં શાળા ખાતેથી રેલી સ્વરૂપે બાળકો ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓ લગાવતા સ્મશાન ખાતે પહોંચ્યા હતા અને સ્મશાનમાં તિરંગો લહેરાવ્યો હતો તે ઉપરાંત દેશભક્તિના ગીતોથી સ્મશાનની ભૂમિ ગુંજી ઉઠી હતી બાળકોએ દેશભક્તિના જોરશોરથી નારાઓ લગાવ્યા હતા તે ઉપરાંત પીએમ મોદીના સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવવા માટે સ્મશાન ખાતે સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું બાળકોએ અનોખીં ઉજવણીને માણી હતી અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી
આમ મોરબીની ખાનગી શાળાએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે વિશેષ આયોજન કર્યું હતું અને સ્મશાનથી બાળકોને જે ડર હોય છે તે દુર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો સાથે જ પવિત્ર ભૂમિનું મહત્વ બાળકોને સમજાવાયું હતું સ્મશાન ખાતે બાળકોએ હોશભેર સફાઈ અભિયાન ચલાવ્યું હતું અને સ્વચ્છ ભારત મિશનને વેગ આપ્યો હતો



