મોરબી સિરામિક ઉદ્યોગમાં અકલ્પનીય ગ્રોથની સંભાવના : સોમાણી ગ્રુપના એમડી



મોરબીનો સિરામિક ઉદ્યોગ સીધો ચીન સાથે સ્પર્ધા કરે છે ચીન બાદ મોરબીના સિરામિક ઉદ્યોગનો વિશ્વમાં ઉત્પાદન ક્ષેત્રે દ્વિતીય ક્રમ આવે છે કરોડોના વાર્ષિક એક્સપોર્ટ પણ મોરબીનો સિરામિક ઉદ્યોગ કરી રહ્યું છે ત્યારે હજુ પણ સિરામિક ઉદ્યોગમાં ગ્રોથ માટે પ્રબળ સંભાવનાઓ રહેલ છે તેવું આજે મોરબી આવેલ સોમાણી સિરામિક્સ લીમીટેડના મેનેજીંગ ડીરેક્ટર અને ચીફ એકઝીકયુંટીવ ઓફિસર અભિષેક સોમાનીએ જણાવ્યું હતું
મોરબી ખાતે આજે ૧૦૦૦ થી વધુ સિરામિક ફેક્ટરી કાર્યરત છે અને સિરામિક ઉદ્યોગમાં વિશ્વ કક્ષાની બ્રાંડ પણ ઝંપલાવી રહી છે જેમાં સોમાણી સિરામિક્સ લીમીટેડ જેવી કંપનીઓ પણ આગળ પડતી જોવા મળે છે મોરબી ખાતે આજે વર્લ્ડની ટોપ ૧૦ પૈકી એક ટાઈલ્સ મેન્યુફ્રેક્ચર કંપની સોમાની સિરામિકસે મોરબી ખાતે નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે ખુશી વ્યક્ત કરતા તેઓએ જણાવ્યું હતું કે મોરબીમાં અગાઉ ૪ ઇંચ X ૪ ઇંચ અને બાદમાં ૪ X ૬ ની સાઈઝની ટાઈલ્સ બનતી હતી જયારે આજે મોરબીમાં વિશાલ ટાઈલ્સ બની રહી છે
નવા પ્લાન્ટ વિશે જણાવ્યું હતું કે અહી ૧૨૦૦ X ૧૨૦૦ સુધીની વિશાલ ફોરમેટ ટાઈલ્સ બનશે અને ભવિષ્યમાં ૧૨૦૦ X ૩૨૦૦ સુધીના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે નવી ફેકટરીમાં ૩.૫ મીલીયન સ્ક્વેર મીટર વાર્ષિક ઉત્પાદન કરવાની ક્ષમતા હશે અને પ્રીમીયમ સિરામિક ઉત્પાદન બનાવવા માટે અધ્યતન સુવિધા અને પ્રેક્ટીસનો ઉપયોગ કરી સિરામિક ઉદ્યોગને આગળ વિસ્તારવા માટે તેઓ તૈયાર છે
તે ઉપરાંત સિરામિક ઉદ્યોગના વિકાસ અને એક્સપોર્ટ અંગે તેઓએ જણાવ્યું હતું કે આજે ૪૦ થી ૫૦ ટકા ઉત્પાદન કરેલ ટાઈલ્સનું વિદેશમાં એક્સપોર્ટ થાય છે સરકારની વિવિધ પોલીસી તેમજ અન્ય દેશો સાથે બિઝનેશ ડીલ અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી ફાયદો થઇ રહ્યો છે સરકાર વધુ રાહત આપે અને અન્ય દેશો સાથે વધુ ડીલ કરે તો સિરામિક ઉદ્યોગને વધુ ફાયદો થશે અને સતત વિકાસ થશે અંતમાં સિરામિક ઉદ્યોગમાં હજુ ગ્રોથ માટે અનેક સંભાવનાઓ રહેલી હોવાનું ઉમેર્યું હતું
YOUTUBE LINK
FACEBOOK LINK
INSTAGRAM LINK