Billboard ad 1150*250 Billboard ad 1150*250

વધતી જતી મોંઘવારી, મોંઘા ઈંધણના વિરોધમાં આજે હળવદ જડબેસલાક બંધ

પેટ્રોલમાં ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે આપ્યું છે ભારત બંધનું એલાન સ્કુલ-કોલેજ બંધ કરાવી, વેપારીઓએ બંધ પાળી સમર્થન અપાયું

 

પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે સોમવારે ભારત બંધનું એલાન આપ્યું છે. તાલુકા કોગ્રેસના પ્રમુખ એ કહ્યું કોંગ્રેસની સરકારમાં ક્રૂડનો ભાવ 107 ડોલર હતો અને હાલમાં 74 ડોલર હોવા છતાં પેટ્રોલ ડિઝલના ભાવ ઐતિહાસિક સપાટી છે. મોદી સરકારે એક્સાઈઝ ડ્યૂટી વધારીને ઓઈલ કંપનીઓને માલામાલ કરી છે.

 

તો સોમવારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે આપેલા ભારત બંધના એલાનને પગલે હળવદ સ્વયંભુ જડબેસલાક બંધ રાખી વેપારીઓ જોડાયા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા વધતી મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ-ગેસના વધતા જતા ભાવ, રાફેલ કૌભાંડ, જેવા અને કારણો લીધે ભારત બંધ એલાન રાખવામાં આવેલ છે. જેના પગલે હળવદ વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ રાખ્યુ હતુ

 

તો ભારત બંધ એલાનને સફળ બનાવવા હળવદ તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિના ડો કે એમ રાણા, હેમાંગભાઈ રાવલ, ધમેન્દ ભાઈ પટેલ, શેલેશભાઈ દવે, ડો અનિલ પટેલ, સહીતના તમામ હોદ્દેદારો, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, દરેક અલગ અલગ સેલના પ્રમુખઓ & હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહયા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હળવદ પીઆઈ એમ  આર સોલંકી તથા સ્ટાફે સમગ્ર શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

 

 

 

Comments
Loading...
WhatsApp chat