


નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ નો છેલ્લો માસ માર્ચ મહિનામાં કામગીરીનું ભારણ વધતું હોય જેથી સબ રજીસ્ટ્રાર કચેરીના કામકાજના સમયમાં વધારો કરવામાં આવ્યો છે જે અંગે જીલ્લા કલેકટર દ્વારા તમામ સંબંધિત કચેરીને આદેશ આપવામાં આવ્યો છે
મહેસુલ વિભાગની સૂચનાનુસાર મોરબી જિલ્લાની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં માર્ચનાં નોંધણી કામગીરીનાં ધસારાને પહોંચી વળવા માટે જિલ્લાની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં સવારના ૧૦-૦૦ કલાક થી સાંજના ૬-૧૦ કલાક સુધી નોંધણી કામગીરી માટેનો સમય નક્કી કરવામાં આવેલ છે. જેનો તમામ જાહેર જનતાને લાભ લેવા મોરબી જિલ્લા કલેકટર આઇ. કે. પટેલે એક યાદીમાં જણાવેલ છે.

