મોરબી જીલ્લામાં સ્ત્રી મતદારોની સંખ્યામાં વધારો, કુલ ૧૧,૯૪૧ નવા મતદારો ઉમેરાયા

વી.વી.પેટ મશીનનું નિદર્શન કરી જાણકારી અપાઈ

મોરબી જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત  સુધારણા કાર્યક્રમ બાદ આવેલ વાંધા અને દાવાઓના નિકાલ કર્યા બાદ ગઈ કાલે તા.૨૫/૦૯/૨૦૧૭ ના રોજ લોકોની જાણકારી માટે પ્રસિધ્ધ કરાયેલ આખરી મતદાર યાદીની વિગતો આપવા મોરબી જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી આઈ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી સભાખંડમાં આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી ચુંટણી અધિકારી શ્રી પટેલે. તા.૨૫/૦૯/૨૦૧૭ ના રોજ આખરી સુધારેલ મતદારયાદી જાહેર જનતાની જાણકારી પ્રસિધ્ધ કરવામાં આવી હોવાનું પત્રકાર પરિષદમાં જાણકારી આવી હતી.

વિગતોની જાણકારી આપતા આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે ૨૦૧૪ ના વર્ષથી નવરચિત મોરબી જિલ્લામાં વિધાનસભા મતદાર વિભાગના ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાકાનેર વિસ્તારનો સમાવેશ થાય છે. જેમા તા.૧/૧/૨૦૧૭ ની સ્થિતીએ તા.૩૦/૦૬/૨૦૧૭ સુધીના બેઠક વાઈજ મતદારોની સ્થિતી ઉપર નજર કરીએ તો ૬૫-મોરબીમા પુરૂષ ૧૩૨૧૪૭ સ્ત્રીઓ ૧૧૮૪૨૮ અન્ય ૦૧ કુલમળી ૨૫૦૫૭૬, જ્યારે તા.૧/૧/૨૦૧૭ ની સ્થિતીએ તા.૨૫/૦૯/૨૦૧૭ ની સ્થિતિએ જોઈએ તો પુરૂષ ૧૩૩૮૦૫, સ્ત્રીઓ ૧૨૧૦૬૧ અન્ય ૦૨ મળી કુલ ૨૫૪૮૬૮ મતદારો, ૬૬-ટંકારામાં તા.૧/૧/૨૦૧૭ ની સ્થિતીએ તા.૩૦/૦૬/૨૦૧૭ સુધીમાં પુરૂષ ૧૧૪૯૧૨ સ્ત્રીઓ ૧૦૬૩૪૪ અન્ય ૦૧ મળી કુલ ૨૨૧૨૫૭, જ્યારે તા.૧/૧/૨૦૧૭ ની સ્થિતીએ તા.૨૫/૦૯/૨૦૧૭ ની સ્થિતિએ પુરૂષ ૧૧૫૮૫૨ સ્ત્રીઓ ૧૦૮૨૩૮ અન્ય ૦૧ મળી કુલ ૨૨૪૦૯૧ તેમજ ૬૭-વાકાનેરમાં તા.૧/૧/૨૦૧૭ ની સ્થિતીએ તા.૩૦/૦૬/૨૦૧૭ સુધીમાં પુરૂષ ૧૨૫૬૩૩ સ્ત્રી ૧૧૩૧૮૫ મળી કુલ ૨૩૮૮૧૮ મતદારો, જ્યારે તા.૧/૧/૨૦૧૭ ની સ્થિતીએ તા.૨૫/૦૯/૨૦૧૭ ના રોજ પુરૂષ ૧૨૭૩૧૧ સ્ત્રીઓ ૧૧૬૩૨૨  મળી કુલ ૨૪૩૬૩૩ મતદારો, આમ તા.૧/૧/૨૦૧૭ ની સ્થિતીએ તા.૩૦/૦૬/૨૦૧૭ સુધીમાં ત્રણેય વિધાનસભા વિસ્તારના મળી પુરૂષ ૩૭૨૬૯૨ સ્રી ૩૩૭૯૫૭ અન્ય ૦૨ મળી કુલ ૭૧૦૬૫૧ મતદારો,જયારે તા.૧/૧/૨૦૧૭ ની સ્થિતીએ તા.૨૫/૦૯/૨૦૧૭ ના રોજ પુરૂષ ૩૭૬૯૬૮ સ્ત્રી ૩૪૫૬૨૧ અન્ય ૦૩ મળી કુલ ૭૨૨૫૯૨ મતદારો નોંધાયા છે.તેમ તેમણે જણાવ્યું હતું

જિલ્લા ચુંટણી અધિકારીશ્રી પટેલે. વધુમાં મોરબી જિલ્લાના આ ત્રણેય વિધાનસભા મત વિસ્તારમાં તા.૦૧/૦૭/૨૦૧૭ થી તા.૩૧/૦૭/૨૦૧૭ સુધીમાં ઉમેરાયેલ પુરૂષ, સ્ત્રી અને અન્ય મતદારો જોઈએ તો ૬૫-મોરબી વિધાનસભા વિસ્તારમાં પુરૂષ ૩૩૬૦ સ્ત્રી મતદારો ૫૦૬૦ અને અન્ય ૦૧ મળી કુલ ૮૪૨૧, ૬૬-ટંકારામાં પુરૂષ ૨૦૦૫ સ્ત્રી ૩૭૮૯ કુલ ૫૯૯૪, તથા ૬૭-વાકાનેરમાં પુરૂષ ૨૯૭૫ સ્ત્રી ૪૭૩૪ મળી કુલ ૭૭૦૯, જ્યારે ત્રણેય વિધાનસભા વિસ્તારમાં ઉપરોક્ત તારીખ વધારાના  ઉમેરાયેલ કુલ મતદારોમાં પુરૂષ ૮૩૪૦ સ્ત્રી ૧૩૭૪૦ અન્ય ૦૧ મળી કુલ ૨૨૧૨૪ નવા મતદારો ઉમેરાયા છે. જેમા ત્રણેય વિધાનસભા મત વિસ્તારમાં પુરૂષ કરતા સ્ત્રી મતદારો વધુ નોંધાયા છે આમ જોઈએ તો  જિલ્લામાં  જેન્ડર રેશીયાની ટકાવારીમાં વધારો નોંધાયો છે. તેમ તેમણે જણાવ્યું હતું.

શ્રી આઈ.કે.પટેલે જણાવ્યું કે મતદાર નોંધણી હજુ પણ ચાલુ રહેશે. તેમજ આગામી ચુંટણીમાં મતદાન વીવીપેટ વોટીંગમશીનથી થશે તેમ જણાવી તેમણે ૧૮ થી ૨૨ વર્ષ સુધીના મતદારો વધુ નોંધાયા હોવાનુ જણાયું હતું. કલેકટરશ્રીએ આ પત્રકાર પરીષદમાં વી.વી.પેટ મશીનનું નિદર્શન કરી મતદાન કઈ કરી શકાય તેની જાણકારી આપી હતી તેમજ વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા પણ શમજણ આપવામાં આવી હતી.જિલ્લામાં ઉપરોક્ત ત્રણેય વિધાનસભા મત વિસ્તારની તા.૦૧/૦૭/૨૦૧૭ થી તા.૩૧/૦૭/૨૦૧૭ સુધીમાં મતદાર સંક્ષિપ્તા યાદીમાંથી કમી થયેલ મતદારોની વિધાનસભા મત વિસ્તાર મુજબ જોઈએ  તો ૬૫-મોરબીમાં પુરૂષ ૧૭૦૨ સ્ત્રી ૨૪૨૭ કુલ ૪૧૨૯, ૬૬-ટંકારામાં પુરૂષ ૧૦૬૫ સ્ત્રી ૨૦૯૫ કુલ ૩૧૬૦, જ્યારે ૬૭-વાકાનેર પુરૂષ ૧૨૯૭ સ્ત્રી ૧૫૯૭ અને કુલ ૨૮૯૪ મતદારો કમી થયા છે. આમ ઉપરોક્ત ત્રણેય વિધાનસભા મત વિસ્તારમાં કુલ પુરૂષ ૪૦૬૪ સ્રી ૬૧૧૯ અને કુલ ૧૦૧૮૩ મતદારો યાદીમાથી કમી કરાયા છે.

મોરબી જિલ્લામાં તા.૦૧/૦૧/૨૦૧૭ ની સ્થિતિએ વિધાનસભા વાઈઝ મતદાન મથકો જોઈએ તો ૬૫-મોરબીમાં ૨૭૪ મતદાન મથકો હતા. ૬૬-ટંકારામાં ૨૮૦ જ્યારે ૬૭-વાકાનેરમાં ૩૦૧ મળી કુલ ૮૫૫ મતદાન મથકો હતા. જેમાં જુલાઇ-૨૦૧૭ ની સ્થિતિએ નવા મતદાન મથકોમાં થયેલ ઉમેરો જોઈએ તો ૬૫-મોરબીમાં ૦૭ ઊમેરાતા કુલ ૨૮૧, ૬૬-ટંકારામાં ૦૯ ઉમેરાતા કુલ ૨૮૯, જ્યારે ૬૭-વાકાનેરમાં ૦૮ ઉમેરાતા કુલ ૩૦૯, મળી ત્રણેય મતદાર વિસ્તારમાં નવા ૨૪ મતદાન મથકોનો ઉમેરો  થયો છે આમ નવા ઉમેરાયેલા મતદાન મથકો મળી જિલ્લામાં કુલ ૮૭૯ મતદાન મથકોનો સમાવેશ થાય છે. જ્યારે ૪૮ મતદાન મથકોમા સેકશન સીફટીંગ કરવામાં આવેલ છે  તેમ તેમણે જણાવ્યું હતું.

યોજાયેલ આ પત્રકાર પરિષદમાં નિવાસી   અધિક કલેકટરશ્રી પી.જી.પટેલ, નાયબ ચુંટણી અધિકારીશ્રી એન.એફ.ચૌધરી, સહાયક મહિતી નિયામક શ્રી વી.બી.જાડેજા, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડીયાના બ્યુરોચીફ અને પ્રતિનિધિશ્રીઓ તેમજ વિવિધ પક્ષના અગ્રણીશ્રીઓ રાઘવજીભાઇ ગડારા, મંજુલાબેન દેત્રોજા ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat