ટંકારા ઓવરબ્રિજનું અધુરૂ કામ,અનેક સમસ્યાઓથી પારાવાર મુશ્કેલી ભોગવતા ગ્રામજનો

 

ટંકારાઃ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલું ટંકારા ઓવરબ્રિજનું કામ આજ સુધી પૂર્ણ ન થયું હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઓવરબ્રિજનું કામ અધૂરું હોવાથી અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તંત્ર જાણે કોન્ટ્રાક્ટર સામે વામણું સાબિત થઈ રહ્યું છે. લોકોએ સર્વિસ રોડની આશા પણ છોડી દીધી છે. તો ફૂટપાથનું કામ પણ અધૂરું છે.

સ્થાનિકો જણાવી રહ્યા છે કે, ટંકારા અને મિતાણામાં ઓવરબ્રિજના લોકાર્પણ પુર્વે જ બ્રિજ ચાલુ થઈ ગયો છે. સૌથી મોટી સમસ્યા એ ઉભી થઈ છે કે મિતાણા ગામે સર્વિસ રોડ આપ્યો જ નથી. અહીંથી પસાર થતા રાહદારીઓ, મુસાફરો જીવના જોખમે રસ્તો ઓળંગી રહ્યા છે. ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ?

હાલ ચોમાસુ ચાલુ થઈ ગયુ છે અને ઓવરબ્રિજ બાજુની સોસાયટીના પાણીના નિકાલનો પશ્ન પુરો થયો નથી ત્યારે વરસાદનું બધું પાણી ઘરોમાં ઘુસી જાય અને ઘરવખરી પલળી જવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. બીજી તરફ ફૂટપાથનું અધૂરા કામથી રોડ પર ચાલીને જતા રાહદારીઓને જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે. કોઈપણ નીતિ નિયમોનું પાલન કર્યા વગર સ્પિડ બ્રેકર ખડકી દીધા છે. જ્યારે ફૂટપાથની કુંડીઓમાં પણ જગ્યા રાખી હોવાથી નાના બાળકો પડી જવાનો ભય છે.

આ અંગે આગામી દિવસોમાં જનતા જનાર્દન રસ્તા ઉપર ઉતરી આવે તો નવાઈ નહીં! એવી ચારેકોર ચર્ચા થઈ રહી છે.

 

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat