મોરબી જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં RSI કચેરીનું ઉદઘાટન

નવરચિત મોરબી જીલ્લામાં જીલ્લા કક્ષાની કચેરીઓ કાર્યરત થયા બાદ હવે મોરબી જીલ્લા પોલીસ હેડક્વાર્ટર મકનસર નજીક આકાર લઇ રહ્યું છે જેમાં રીઝર્વ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કચેરીનું એસપીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું

મોરબી વાંકાનેર હાઈવે પર મકનસર નજીક મોરબી જીલ્લા પોલીસ હેડક્વાર્ટરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જેમાં રીઝર્વ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કચેરી બનાવાઈ હોય જે કચેરીનું ઉદઘાટન જીલ્લા એસપી જયપાલસિંહ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે ડીવાયએસપી બન્નો જોષી તેમજ એએસપી અક્ષય રાજ મકવાણા તેમજ પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા તો પોલીસ હેડક્વાર્ટર બનાવવામાં લોકોનો જે સહયોગ મળ્યો છે

તે માટે એસપી જયપાલસિંહ રાઠોડે લોકોનો આભાર માન્યો હતો તેમજ પોલીસ ફોર્સના ગઢવીએ સતત મોનીટરીંગ કરી કચેરીના સુંદર અને સુદ્રઢ નિર્માણની જવાબદારી સાંભળી હતી અને હવે કચેરી કાર્યરત થતા જીવંત બની જશે અને કામગીરીનો ધમધમાટ પણ જોવા મળશે.

Comments
Loading...
WhatsApp chat