મોરબી જીલ્લામાં ફેમીલી કોર્ટ નો ઉદઘાટન સમારોહ યોજાશે

મોરબી જીલ્લા અદાલત માં વધુ એક કોર્ટ નો સમાવેશ થઈ રહ્યો છે જેમા મહીલાઓ માટે અલગ જ ફેમીલી કોર્ટ ની રચના કરવામાં આવી છે આગામી તા:૧૭ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ રિઝવાનાબેન ઘોઘારીના વરદહસ્તે ફેમીલી કોર્ટ નો ઉદઘાટન સમારોહ યોજાશે જેમા મોરબી બાર એસોસિએશન પ્રમુખ જીતેન્દ્રસિંહ જાડેજાએ મોરબી ના તમામ સભ્યો અને ધારાશાસ્ત્રીઓને પધારવા આમંત્રણ પાઠવ્યુ છે આ કોર્ટ ને પ્રિન્સીપાલ જજ દેવલુક સંભાળશે તેમજ આ પ્રસંગે મોરબી બાર એસોસીએશન પ્રમુખ જીતેન્દ્રસિંહ જાડેજા,ઉપપ્રમુખ પી.વી.વ્યાસ, સેકેટરી અશોક જે ખુમાણ સહીત મોરબી બાર એસોસિએશન ના તમામ ધારાશાસ્ત્રીઓને કાર્યકમ માં ઉપસ્થિત રહેવા જણાવ્યુ છે

Comments
Loading...
WhatsApp chat