મોરબીના બગથળા ગામે પાટીદાર સમાજવાડીનો લોકાપર્ણ સમારોહ

મોરબી નજીકના બગથળા ગામે પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત પાટીદાર સમાજ વાડીનો લોકાપર્ણ સમારોહ તા. ૧૫ ને રવિવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે યોજાશે

બગથળાના વર્તમાન નિવાસીઓ અને બહારગામ વસતા બગથળાવાસીઓના આર્થિક યોદાન, બગથળા સ્થિત પાટીદારોના શ્રમયજ્ઞ, સમયદાન અને ગામ પ્રત્યેની સમર્પણ ભાવનાના ફળસ્વરૂપે બગથળા ગામે પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ બગથળા દ્વારા નવનિર્મિત પાટીદાર સમાજવાડીનો લોકાપર્ણ સમારોહ યોજાશે જેમાં દીપ પ્રાગટ્ય અને આશીવચન પાઠવવા બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત અને પ્રાસંગિક ઉદબોધન મોરબી બાળરોગ નિષ્ણાંત ડો. સતીશ પટેલ કરશે સમારોહને સફળ બનાવવા પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ બગથળાના પ્રમુખ દિલીપ ચંદ્રાસલા અને મંત્રી વિમલ મેરજા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat