કોની ઓફિસમાં આગ લાગવાથી ૨ લાખ બળીને થયા ખાખ ?

મોરબીના ટીંબડી પાટિયા નજીક આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં લાગેલી આગને પગલે ઓફીસ બળીને ખાખ થઇ હતી તો ઓફીસમાં રોકડ ૨ લાખ રૂપિયાની બેગ પણ આગમાં હોમાઈ ગઈ હોય આ મામલે ઓફીસ સંચાલકે તાલુકા મથકમાં નોંધ કરાવી છે.

 

મોરબીના ટીંબડી પાટિયા નજીક આવેલી કનૈયા ટ્રાન્સપોર્ટ ઓફીસના સંચાલક હર્ષદભાઈ ભીમાણી સવારે ઓફીસ બંધ કરીને કામકાજ સબબ બહાર ગયા હોય ત્યારે ઓચિંતી ઓફિસમાં આગ લાગી હતી જે અંગે જાણ થતા સંચાલક દોડી આવ્યા હતા અને આગ ઓલવી હતી જોકે ઓફિસમાં કપાસના આવેલા ૨ લાખની રકમની બેગ પડી હતી જે આગમાં બળી જવા પામી હતી આ અંગે ઓફીસ સંચાલક દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી છે તાલુકા પોલીસના સબળસિંહ સોલંકીએ આગના બનાવ અંગે જણાવ્યું હતું કે આગ શોટસર્કીટથી લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તેમજ ટ્રાન્સપોર્ટ સંચાલક ઓફીસ બંધ કરી બહાર ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હોવાની માહિતી પણ પ્રાપ્ત થઇ છે.

Comments
Loading...
WhatsApp chat