

વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેતી ગૌરીબેન બટુકભાઈ કોળીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે જગદીશ હીરાભાઈ ડોંગરેચાની બહેન કોઈ પુરુષ સાથે ભાગી ગઈ હોય અને તેમાં ગૌરીબેનના ભત્રીજા સુનીલે મદદગારી કરી હોવાનું કહી બોલાચાલી કરી લાકડી વડે ઈજા પહોચાડી હતી.જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.