વાંકાનેર-માળીયામાં હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરતા ૩ શખ્સો ઝડપાયા

મોરબી જિલ્લામાં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે.ત્યારે તાજેતરમાં વાંકાનેર અને માળીયામાં જાહેરનામાનો ભંગ કરતા ૩ શખ્સો ઝડપાયા હતા.

પ્રથમ કિસ્સામાં વાંકાનેરમાં આરોપી સુરેશ ઝવેરભાઇ માથાસુરીયા ઢુવા-માટેલ રોડ પર વીકાસ હોટલ સામે આશરે સાડા ત્રણ ફુટની લંબાઇનો એક લાકડાનો ધોકા સાથે મળી આવ્યો હતો.

બીજા કિસ્સામાં માળીયામાં આરોપી રમજાન મુરાદભાઇ કટીયા વિરવિદરકા ગામના પાટીયા પાસે પોતાના પેન્ટના નેફામાં એક લાકડાના હાથામા ફીટ કરેલ સ્ટેનલેસ સ્ટીલની એક બાજુ ધાર વાળી અણીદાર છરી રાખી મળી આવ્યો હતો. અને ત્રીજા કિસ્સામાં માળીયામાં આરોપી આમદ અલીયાસભાઇ ભટ્ટી આમદભાઇ અલીયાસભાઇ ભટ્ટી પોતાના પેન્ટના નેફામા આશરે એક ફુટની લંબાઇની એક પ્લાસ્ટીકના કાળા હાથા વાળી સ્ટેન લેસ સ્ટીલના ફણાવાળી એક બાજુ તીક્ષ્ણ ધાર વાળી છરી રાખી મળી આવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat