વાંકાનેરમાં સરકારી યોજનાની પૂછપરછ માટે આવેલ ઇસમેં જાતી પ્રત્યે હડધૂત કર્યો

અનુ. જાતિના આધેડને જાતી પ્રત્યે અપમાનિત કરી જાપટ મારી ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ

 

વાંકાનેર શહેરમાં સરકારી યોજનાની માહિતી માટે ગયેલ યુવાને અનુસુચિત જાતિના આધેડને જાતી પ્રત્યે અપમાનિત કરીને અપશબ્દો બોલી જાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે

વાંકાનેરના મિલ પ્લોટના રહેવાસી વિનોદભાઈ રામદાસભાઈ રાઠોડે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે ગરાસીયા બોડીંગ પાસે આવેલ લોક સેવા કેન્દ્રમાં સરકારી યોજનાની માહિતી આપવાનું કામ કરતા હોય ત્યારે આરોપી રાજેશભાઈ બરાસરા નસીતપર તા. ટંકારા વાળા આવીને યોજનાની માહિતી લઈને જતા રહ્યા હતા અને બાદમાં તા. ૨૮ ના રોજ બપોરે રાજેશભાઈ બરાસરા આવી સરકારી યોજના બાબતે માહિતી આપવાનું કહેતા ફરિયાદી વિનોદભાઈ રાઠોડ યોજનાની માહિતી આપતા હોય ત્યારે આરોપી રાજેશ બરાસરાએ કહ્યું હતું કે મોટાભાગની યોજનાઓ અનુસુચિત જાતી માટેની જ છે સવર્ણોને તો યોજનાનો કોઈ લાભ મળતો નથી જેથી ફરિયાદીએ પોતે અનુસુચિત જાતિના હોવાનું કહેતા તારી જેવા માણસો જ સરકારી યોજનાનો લાભ ખાઈ જાય છે કહીને ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી વિનોદભાઈને એક ઝાપટ મારી ગાળો આપી જાતી પ્રત્યે અપમાનિત કરવા લાગ્યા હતા

અને ગાળો બોલવાની ના કહેતા કાઠલો પકડીને ધકો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તેમજ ધમકી આપ્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat