હળવદમાં બે સ્થળોએ વર્લીફીચરનો જુગાર રમતા ઇસમો ઝડપાયા

હળવદમાં બે સ્થળોએ વર્લીફીચરનો જુગાર રમતા ઇસમોને ઝડપીને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રથમ કિસ્સામાં મોરબી એલ.સી.બી. પોલીસે ચોક્કસ બાતમીને આધારે વિનુબા ગ્રાઉન્ડના છેવાડે દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી સોમાભાઇ છગનભાઇ રાઠોડ વરલી ફીચરના આંકડાઓ લખી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી એલ.સી.બી. પોલીસે વર્લીફીચરના આંકડા લખેલ નાની ડાયરી, બોલપેન તથા રોકડ રકમ રૂપિયા ૨૪૧૦ સહિતનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જ્યારે બીજા કિસ્સામાં હળવદ પોલીસ ટીકર રોડ ખાતે જી.ઈ.બી ઓફીસ સામે પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી ભુપતભાઈ લખમણભાઈ બજાણીયા આંક ફરકનો વર્લી ફીચરના આંકડા રમી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમતો મળી આવ્યો હતો.જેથી પોલીસે વર્લીફીચરના આંકડાઓ લખેલ કાગળ, બોલપેન તથા રોકડ રકમ રૂપિયા ૨૨૦ સહિતનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat