Billboard ad 1150*250

વાયુ વાવાઝોડાને પગલે મંત્રી કુંવરજીભાઈ બાવરીયા મોરબીમાં સ્ટેન્ડ ટુ

0 101
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વાયુ વાવાઝોડું ગુરુવારે વહેલી સવારે ગુજરાતમાં પ્રવેશવાનું છે. ત્યારે સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.તો સૌરાષ્ટ્ર- કચ્છના તમામ જિલ્લાઓમાં એક એક મંત્રીને સ્ટેન્ડ ટુ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જે સંદર્ભે મોરબી જિલ્લામા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાને મુકવામાં આવ્યા છે.

Post ad 3

આવતીકાલે વહેલી સવારે વાયુ વાવાઝોડું દિવ અને વેરાવળ વચ્ચેના દરિયાકાંઠેથી ગુજરાતમાં પ્રવેશવાનું છે. આ વાવાઝોડાની સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અસર થવાની છે. વધુમાં રાજ્યના તમામ દરિયાકાંઠા વિસ્તારમાં આ વાવાઝોડાની પણ અસર થવાની હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે. જૅથી દિવ બંદરે 3 નંબરનું અને તે સિવાયના બંદરોએ 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

વાવાઝોડાને પગલે કોઈ જાનહાની ન સર્જાઈ તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તો તમામ અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપી દેવામાં અવાય છે, રાજ્ય સરકાર દ્વારા આ અંગે એક બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં વહીવટી તંત્ર સાથે સંકલનમાં રાખવા તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા નિર્ણય સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં એક-એક મંત્રીઓને જિલ્લામા સ્ટેન્ડ ટુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જે અંતર્ગત મોરબી જિલ્લામા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાને મુકવામાં આવ્યા છે. આ જ રીતે રાજકોટમાં ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલને રાખવામાં આવ્યા છે. વાવાઝોડા વખતે વીજ પુરવઠાને ગંભીર અસર પહોંચનાર છે. ત્યારે પીજીવીસીએલની કોર્પોરેટ કચેરી રાજકોટમા હોય તેથી ઉર્જા મંત્રીને અહીં મુકવામાં આવ્યા છે.

Comments
Loading...
Share This
WhatsApp chat