Billboard ad 1150*250 Billboard ad 1150*250

મક્તાનપર ગામે જાહેરમાં જુગાર રમતા ૨ ઝડપાયા, ૨ નાશી છુટ્યા

વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામે પાણીના ટાંકા નજીક જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ૧૦ હજારથી વધુના મુદામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા અને નાયબ પોલીસ વડા બન્નો જોશીની સુચનાથી વાંકાનેર પોલીસ મથકના પી.એસ.આઈ. જી.આર.ગઢવીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામે આવેલ પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતો હોવાની ખાનગી બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલ અવચરભાઈ ભુરાભાઈ કોળી અને શૈલેષભાઈ જાગાભાઈ કોળી ને રોકડ રકમ ૧૦૪૦૦ સાથે ઝડપી પાડ્યા હતા જયારે મનસુખભાઈ કુકાભાઈ કોળી અને મેરાભાઇ ભુરાભાઈ કોળી નાશી છુટ્યા હતા જેને ઝડપી પાડવા વાંકાનેર પોલીસે તજવીજ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat