


મોરબીના ટીંબડી ગામે મોડી રાત્રીના સમયે એક આદિવાસી યુવાન અને મહિલા ઝેરી દવા પી જતા બંનેના મોત નીપજ્યા હતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.
મોરબીના ટીંબડી ગામે મોડી રાત્રીના સમયે મહિલા અને પુરુષ ઝેરી દવા પી ગયાના બનાવની જાણ થતા તાલુકા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને બનાવની તપાસ ચલાવી હતી જેમાં ઝેરી દવા પીને આયખું ટૂંકાવનાર દિનેશ આદિવાસી (ઊવ ૨૭) અને સોનલબેન (ઊવ ૨૨) હોવાનું જાણવા મળ્યું છે જોકે બંનેએ દવા ક્યાં કારણોસર પીધી તે કારણ જાણી સકાયું નથી
તો પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આદિવાસી યુવાન સોનલ નામની યુવતીને ગોંડલ તરફથી ભગાડીને લઇ આવ્યો હોય જોકે બંનેના લગ્ન થયા છે કે નહિ તે સ્પષ્ટ થયું નથી અને બંને પ્રેમી પંખીડા હોય તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે પ્રેમી પંખીડાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસે તપાસ ચલાવી છે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ અશોકભાઈ દેત્રોજા ચલાવી રહ્યા છે
મોરબીમાં અકસ્માતે ઘવાયેલી મહિલાનું અમદાવાદ સારવારમાં મોત
મોરબીના બેલા રોડ પરની કંપનીમાં અકસ્માતે ઈજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.
મૂળ એમપીની રહેવાસી અને હાલ મોરબીના બેલા રોડ પાર આવેલી પાલકો કંપનીમાં કામ કરતી લક્ષ્મીબાઈ અઠેલાલ અહેરવાલ (ઊવ ૫૬) વાળી મહિલા કચરો વાળતી હતી ત્યારે ટાઈલ્સ ઘસવાનું મશીન માટે પડતા તેણે પેટના ભાગે ઈજા થતા મોરબી બાદ રાજકોટ અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી જ્યાં અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

