



ત્રાજપર ગામમાં નજીવી બાબતે મારામારી
મોરબીના ત્રાજપર ગામના રહેવાસી નરેન્દ્રભાઈ મનીષભાઈ વરાણીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ તેના મિત્રનું મોટરસાયકલ લીધેલ અને તેનો પલંગ કાઢી પાસે રાખેલ જે મોટરસાયકલ તેના જ ગામમાં રહેતા લાલજીભાઈ સવજીભાઈ વરાણીયાને જોતું હોય અને પલંગ માંગતા આરોપીને નહિ આપતા ગાળો બોલી ધોકાનો ઘા મારી ઈજા કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે
ગાયને નીરણ નાખવા બાબતે પડોશીઓ વચ્ચે મારામારી
મોરબીના ઘંટિયાપાના રહેવાસી ગોપાલ પ્રેમશંકર દવેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે રખડતી ગાયોને નીરણ નાખતા હોય જે આરોપી અમિતભાઈ જોષી અને સંદીપ મકવાણાને સારું નહિ લાગતા ગાળો આપી ઢીકા પાટું માર મારી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે



