હળવદના સુરવદર ગામે ગાળો બોલવાની ના કહેતા છરીનો ઘા ઝીંકી દીધો

                                   

  હળવદના સુરવદર ગામે નજીવી બાબતે બઘડાટી બોલી હાતી જેમાં ગાળો બોલવાની ના કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને છરીનો ઘા ઝીંકી નાસી ગયો હતો.

હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા અને સિરામિક વ્યવસાય સાથે જોડાયેલા મહેન્દ્રભાઈ રણછોડભાઈ ગડેશીયા નામના યુવાને ફરિયાદ નોંધાવી છે કે આરોપી ધર્મેન્દ્ર કરશન રહે. સુરવદર વાળાને જ્યોતિષએ ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ જઈને આરોપીએ તેની પાસે રહેલી છરીનો ઘા બરડામાં ઝીંકી ઈજા પહોંચાડી હતી અને આરોપી નાસી ગયો હતો પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat