Billboard ad 1150*250 Billboard ad 1150*250

પીપળી ગામે જાહેરમાં જુગાર રમતા ૪ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી તાલુકાના પીપળી ગામે સોસાયટીના ચોકમાં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાયવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાધેલાની સુચનાથી મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકાના પીપળી ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા પીપળી ગામે શિવપાર્ક સોસાયટીના ચોકમાં જાહેરમાં જુગાર રમતા જગદીશ હરજીભાઈ હરીપરા, ગણપતસિંહ રામભા ઝાલા, રમેશ ઓધવજીભાઈ કાવર અને રમણભાઈ માણેકભાઈ પાનસુરિયાને રોકડ રકમ ૧૬૯૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat