


ઓદ્યોગિક નગરી મોરબીમાં લગ્નમાં થતા લખલૂંટ ખર્ચ અને સમયના વ્યયને અટકાવવા સગાઈના દિવસે જ સાદગીથી લગ્ન કરવાનો નવો ટ્રેન્ડ શરુ થયા બાદ પાટીદાર સમાજ આ ટ્રેન્ડ ને આગળ ધપાવી રહ્યા છે જેમાં વધુ એક લગ્ન બગથળા ગામે યોજાયા હતા
મોરબીના બગથળા ગામે પ્રાણજીવનભાઈ છગનભાઈ કોરડીયાના પુત્ર મીરવની સગાઇ ચુંદડી પ્રસંગ જુના ઘાંટીલાના પ્રવીણભાઈ મનજીભાઈ વિડજાની સુપુત્રી પૂજા સાથે યોજાયેલ જે પ્રસંગે શ્રી માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના હોદેદારો ડો. મનુભાઈ કૈલા, જયંતીભાઈ વિડજા, કમલેશભાઈ કૈલા, દુર્લભજીભાઈ થડોદાના સમાજ ક્રાંતિના નવા વિચારો અને ખોટા ખર્ચાઓ સાથે સમયનો વ્યય ના થાય તેવા હેતુથી શરુ કરેલ ઝુંબેશના કારણે અગાઉ પણ સાદગીપૂર્ણ લગ્ન સગાઈના દિવસે જ યોજાયા હતા
તો બગથળામાં યોજાઈ રહેલ સગાઈના પ્રસંગમાં બંને પક્ષે આ વિચારને અપનાવીને ઘડિયા લગ્ન માટે રજામંદી આપી સગાઈના પ્રસંગને ઘડિયા લગ્નમાં પરિવર્તિત કર્યા હતા અને ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના હોદેદારોએ નવદંપતી અને બંને પક્ષના વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ સંસ્થા અગ્રણી શિવલાલભાઈ ઓગણજાએ જણાવ્યું છે