માટેલ ગામે અગાઉ થયેલ ફરિયાદનો ખાર રાખી આધેડને ફડાકા ઝીક્યા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews 

        વાંકાનેરના માટેલ ગામે આગાઉ થયેલ ફરિયાદનો ખાર રાખીને આધેડને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

        વાંકાનેરના માટેલ ગામે રહેતા આરોપી રતિલાલ ઉર્ફે રતો અરજણભાઈ ભરવાડ અને તેનાભાઈ વિરુદ્ધમાં ફરિયાદી નારણભાઈ છગનભાઈ ચાવડાના પત્ની વિજયાબેને દોઢેક વર્ષ પહેલા એસ્ટ્રોસીટીની ફરિયાદ કરેલ હોય જે બાબતનો ખાર રાખીને આરોપી આઈશર ટ્રક જીજે ૩૬ ટી ૯૦૨૩ વાળું લઈને આવીને ફરિયાદી નારણભાઈ ચાવડાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેચી લેવા માટે ધમકી આપી ભૂંડાબોલી ગાળો આપી પોતાની જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી બે ફડાકા મારી ફરિયાદ પાછી નહિ ખેચે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નારણભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે 

Comments
Loading...
WhatsApp chat