માળીયાના ધાટીલા ગામે જુગાર રમતા સાત ઝડપાયા

  તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

 માળિયા તાલુકાના ઘાટીલા ગામે જાહેરમાં જુગા રમતા સાત શખ્સોને માળિયા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ માળિયા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા તાલુકાના ઘાટીલા ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલા ભીમજીભાઈ ગાંડુંભાઈ સુનરા, રોહિતભાઈ ભુદરભાઈ સુનરા, હીરાભાઈ ખોડાભાઈ અદગામા, જયંતીભાઈ લાભુભાઈ ધોળકીયા, વશરામભાઈ નાનજીભાઈ ઉપાસરિયા, પ્રવીણભાઈ લખમણભાઈ ધોળકિયા અને મનસુખભાઈ સીધાભાઈ સુનરાને રોકડ રકમ રૂ.૪૮૩૦ તથા મોબાઈલ નંગ-૬ કીમત રૂ.૩૫૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૮૩૩૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat