વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામે જાહેરમાં જુગાર રમતા ૫ શકુની ઝડપાયા

વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામે જાહેરમાં જુગાર રમતા ૫ પત્તાપ્રેમીઓને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા અને નાયબ પોલીસ વડા બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. જી.આર.ગઢવીની સુચનાથી વાંકાનેર પોલીસ મથકના સુરેશભાઈ રામભાઈ ચાવડા, ગીરીશભાઈ પરબતસંગ ટાપરિયા, અશ્વિનકુમાર મનસુખભાઈ ઝાપડિયા, બળવંતભાઈ જીવણભાઈ સાપરા, રવિભાઈ જીણાભાઈ લાવડીયા સહિતના પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામે ચોરા પાસે જાહેરમાં જુગાર રમતા પ્રવીણભાઈ ઘનજીભાઇ ઉઘરેજા, સુરેશભાઈ બાબુભાઈ ઉઘરેજા, રમેશભાઈ ભુરાભાઈ ઉઘરેજા, જાલાભાઈ જેરામભાઈ ઉકેડીયા, મુન્નાભાઈ દેહરભાઈ ઉઘરેજાને રોકડ રકમ ૮૭૮૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat