મહેન્દ્રનગર ગામે બાઈક ઓવર ટ્રેક કરવા બાબતે યુવાનને લમધારી નાખ્યો

મોરબી પંથકમાં રવિવારે મહેન્દ્રનગર ગામે બઘડાટી બોલી હતી જેમાં મોટરસાયકલ ઓવરટેક કરવા બાબતે મારામારીમાં બે યુવાન ઈજાગ્રસ્ત થતા તેણે હોસ્પિટલ ખસેડાયા છે.

મોરબીના મહેન્દ્રનગર ગામના રહેવાસી આનંદભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે મહેન્દ્રનગર ગામના બસ સ્ટેન્ડ પાસે આરોપી મોટરસાયકલ નં જીજે ૦૩ ઈજી ૫૫૬૫ પર આવેલ ઉદાભાઈ અને આશિષભાઈ એ બે ઇસમોએ મોટરસાયકલ ઓવરટેક કરી કાવું મારતા મોટરસાયકલ સરખી રીતે ચલાવવાનું ફરિયાદી આનંદ પટેલે કહ્યું હતું જેથી ઉશ્કેરાઈ જી ગાળો બોલી ઢીકા પાટું માર મારી લાકડાના બડીકા વડે માર માર્યો છે

Comments
Loading...
WhatsApp chat