માળિયાના ખીરઈ ગામની મુસ્લિમ પરિણીતા ગુમ, પતિએ પોલીસમાં જાણ કરી

મોરબી પંથકમાં દિવાળીના સમય દરમિયાન એક યુવતી ગુમ થઇ હતી તો પરિણીતા બાળક સાથે ગુમ થયાની પોલીસમાં જાણ કરવામાં આવી છે ત્યારે માળિયાના ખીરઈ ગામેથી એક પરિણીતા ગુમ થતા પતિએ ગુમસુદા નોંધ કરાવી છે

માળિયાના ખીરઈ ગામની રહેવાસી પરિણીતા કોઈને કહ્યા વગર ઘર છોડીને ચાલી ગઈ હોય જે મામલે પતિએ પોલીસને જાણ કરી છે જેમાં ફરિયાદી કાદરભાઈ રાસંગભાઈ સામતાણીએ પોલીસને જાણ કરી છે કે તેની પત્ની રૂકસાનાબેન સામતાણી (ઉ.વ.૩૨) ગત તા. ૧૧ ના રોજ સાંજે ૦૫ : ૩૦ કલાકે કોઈને જાણ કર્યા વિના ચાલી ગઈ છે જે હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે અને સગા સ્નેહીઓએ શોધખોળ કર્યા છતાં પત્તો લાગ્યો નથી માળિયા પોલીસે ગુમસુદા નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat