ઝીકીયારી ગામે ખેતરમાં અચાનક લાગી આગ, ઘઉંનો કેટલો જથ્થો થયો બળીને ખાખ ?

હાલ ખેડૂતોએ ઘઉં સહિતના પાકોનું વાવેતર કર્યું હોય જે પાક તૈયાર થવાની તૈયારી ચાલતી હોય જોકે ઝીકીયારી ગામના ખેડૂતે આઠ વીઘા જમીનમાં વાવેલા ઘઉંનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો.

ઝીકીયારી ગામના રહેવાસી ચુનીલાલ લક્ષ્મણભાઈ વિરમગામાંએ પોતાના આઠ વીઘા ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું જે પાક તૈયાર થવા પર હોય જે દરમિયાન તેના ખેતરમાં અચાનક આગ લાગતા ઘઉંનો જથ્થો બળીને ખાખ થયો હતો. આગ લાગ્યાની અન્ય ખેડૂતને જાણ થતા તેણે ચુનીલાલને જાણ કરી હતી તેમજ આગ ક્યાં કારણોસર લાગી તે હાલ કહી સકાય નહિ પરંતુ ખેતર નજીકથી ૧૧ કેવી લાઈન પસાર થતી હોય જેથી શોટ સર્કીટથી આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો ખેડૂતે આ અંગે તાલુકા પોલીસ મથકે પણ બનાવની જાણ કરી છે.

Comments
Loading...
WhatsApp chat