

હળવદ તાલુકાના રણમલપુર ગામે જાહેરમાં જુગાર રમતા ૩ આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે ૫ પત્તાપ્રેમીઓ નાશી છુટ્યા હતા.
હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડતા નટુ રામજી વરમોરા, હસમુખ નારણભાઈ પટેલ અને નવદીપ હસમુખભાઈ પટેલને રોકડ રકમ ૧૦૭૦૦, મોટર સાઇકલ નંગ-૨ કીમત રૂ. ૫૦૦૦૦, મોબાઈલ નંગ-૨ કીમત રૂ.૨૫૦૦ અને ઇકો ગાડી કીમત રૂ. ૨૦૦૦૦૦ મળીને કુલ મુદામાલ ૨૬૩૨૦૦ સાથે ઝડપી પાડ્યા હતા જયારે લાલજી હરજીભાઈ પટેલ, ત્રિભોવનભાઈ પટેલ, બાબો પાટડીયા, રવજીભાઈ પટેલ અને નટવર ઘનજીભાઇ પટેલ નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.