



હળવદ તાલુકાના નવા ધનાળા ગામમાં મા નર્મદા મહોત્સવ રથ પ્રવેશતા જ ગામલોકો ઉમટી પડીયા હતા રથને હાઈવે ચોકડી થી નવા ધનાળા સુધી બાઈક દ્રારા સ્વાગત સ્વરૂપે આવ્યો રોડ શો યોજવામાં આવ્યો.રોડ શોમાં મોટી સંખ્યામાં બાઈક સવાર જોડાણા હતા ત્યાર બાદ મા નર્મદા મહોત્સવ રથ ગામમાં આવતા જ ગામ લોકોની મહિલા દ્રારા સામૈયા,હાર અને નર્મદાના નીર દ્રારા મા નર્મદા મહોત્સવ રથને વધાવ્યો હતો સ્વામિનારાયણ મંદિર પાસે લઈ જઈને દિવડા પ્રગટાવીને આરતી ઉતારવામાં આવી હતી.સાથે-સાથે કાર્યકર્તાઓનું હ=ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ સભાનું પણ આયોજન કરાયું.આ તકે મામલતદાર,T.D.O,તાલુકા પ્રમુખ,હોર્દેદારો અને ગામના એવા આગેવાન સંરપચ પણ હાજર રહીયા હતા.

