Billboard ad 1150*250 Billboard ad 1150*250

ચુંપણી ગામ ની મહિલા પર ભુવા દ્રારા ને તાંત્રિક વિધિ ના બહાને છેડતી કરતા ચકચાર

 

બેટા- તમારા ઘર મા મેલી વસ્તુ છે તેના નિકાળવા માટે વિધી કરવી પડશે તેમ કહી ને મહિલા ને તાંત્રિક વિધિ કરી ને અડપલા કરતા મહિલાએ પોલિસ ફરિયાદ કરેલ

ગ્રામીણ વિસ્તાર ના લોકો અંધશ્રદ્ધા ને વધુ માનતા હોય છે ત્યારે આવો એક બનાવ હળવદ તાલુકાના ચુંપણી ગામે બન્યો હતો ચુંપણી ગામ ના સાધુ મારાજ ની વિધવા મહિલાને આજ ગામ ના ભૂવા તાંત્રિક વિધિ ના બહાને હેઠળ તમારા ઘરમાં મેલી વસ્તુ છે તે નિકાળવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે તેમ કહી ને મહિલા ને સુંદર ભવાની ગામ ના રસ્તા પર રાત્રીના સમયે લઈને ને ભૂવા મહિલા નો હાથ પકડી અન્ય માગણી કરી ને છેડતી કરતા નાનકડાએવા ગામ મા ચકચાર મચી જવા પામી હતી જયારે મહિલા એ હળવદ પોલીસ મા ફરિયાદ કરતા પોલીસે એ આરોપી ને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા

ગ્રામીણ વિસ્તાર ગરિબ અને મધ્યમ વર્ગ ના લોકો માતાજી ના દોરા ધાંગા કરી અંધ શ્રધ્ધા ઓ ને બહુ માનતા હોય છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના ચુંપણી ગામે બન્યો હતો ગત તારીખ ૨૪/૨/૨૦૧૮ ના રોજ ચૂંપણી ગામના મહિલા વિધવા સાધુ મારાજ એવા વનિતા બેન અંબારામ ભાઈ સાધુ ને આજ ગામના ભૂવા જગાભાઈ બુટા ભાઈ ભરવાડ તેમને ઘર આવી ને કહેલ તમારા ઘરમાં મેલી વસ્તુ છે તેના નિકાળવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે

 

 

 

તેમ કહી ને વિધવા મહિલા ને કહેલ અબીલ ગુલાલ અને અન્ય ચીજવસ્તુઓ લઈ ને રાત્રીના સમયે જંગલ મા જવુ પડશે તાત્રિકવિધી કયો બાદ અમારા ઘર મા સારા દિવસો આવશે તેમ ભુવા જણાવેલ ભુવા ની વાત મા મહિલા આવી જતા રાત્રીના ૧૨ વાગે સુંદર ભવાની ગામ ની સીમ મા ગયેલ ત્યારે બાદ મહિલા ને ભુવા જગાભાઈ ભરવાડે તાંત્રિક વિધિ ના બહાને હેઠળ હાથ પકડી ને છેડતી કરીને અન્ય અનઘટ માંગણી કરતા નાનકડા  એવા એવા ચુંપણી ગામ મા ચકચાર મચી જવા પામી હતી ત્યારે બાદ મહિલાએ હળવદ    પોલીસ મા ભુવા જગાભાઈ ભરવાડ વિરોધ ફરિયાદ કરતા વધુ તપાસ હળવદ પોલીસ ના પી એસ આઈ રાણાભાઈ ભરવાડ ચલાવી રહ્યા છે અને આરોપી ને પકડવા ના ચક્રો ગતિમાન હળવદ પોલીસ એ કયો હતા

Comments
Loading...
WhatsApp chat