

મોરબી નજીકના આંદરણા ગામે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે નવરાત્રી મહોત્સવ દરમિયાન શનિવારના રોજ નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે
આંદરણા ગામના જાગૃતિ યુવક મંડળ દ્વારા તા. ૧૩ ને શનિવારના રોજ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કંસ વદ્ધ અને રા નવઘણ નાટકો કલાકરો ભજવશે ગ્રામ્ય સંસ્કૃતિના અભિન્ન અંગ એવા નાટકોને હજુ જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આંદરણા ગામના નવરાત્રી મહોત્સવ સાથે નાટકો ભજવાશે જેનો લોકોએ લાભ લેવા આંદરણા ગામે જાહેર આમંત્રણ પાઠવ્યું છે