Billboard ad 1150*250

મોરબી નજીકના ગામમાં શ્રમિક પરિવારની સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

0 251
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

શ્રમિક શખ્શે સગીરાનું સર્વસ્વ લૂંટી લીધું, પોલીસમાં ફરિયાદ

        મોરબી નજીકના ગામમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની સગીરા સાથે એક શખ્શે દુષ્કર્મ આચરીને સગીરાને ગર્ભવતી બનાવી હોય જે મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે 

        બનાવની મળતી માહિતી મુજબ મોરબીથી પાંચ-સાત કિમીના અંતરે આવેલ ગામની સીમમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની સગીરા સાથે એક શખ્શે દુષ્કર્મ આચર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં ભોગ બનનારના પિતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે આરપી રમેશ પુનાજી ડામોર રહે મૂળ સંતરામપુર મહીસાગર હાલ મોરબીના રાજપર ગામની સીમમાં વાળા શખ્શે એકલતાનો લાભ લઈને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી છે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સગીરાને ચાર માસનો ગર્ભ રહી ગયો છે તાલુકા પોલીસે પોસ્કો એક્ટ તેમજ દુષ્કર્મની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીને દબોચી લેવા વિવિધ ટીમો બનાવી વધુ તપાસ ચલાવી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat