મોરબીના ટાઉનહોલમાં પ્રજ્ઞાચક્ષુઓએ સંગીતના સુર રેલાવ્યા

સી.યું.શાહ. પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ, સુરેન્દ્રનગર સંચાલિત રાષ્ટ્રિય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુર્નવસન સેવા કેન્દ્ર, લક્ષ્મીનગર દ્રારા તારીખ મોરબીના ટાઉનહોલ ખાતે સુમધુર નિશા કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતું જેમાં નેત્રહીન કલાકારોએ સ્વર્ગીય મોહમ્મદ રફી તેમજ કિશોરકુમારનાં ગીતો રજુ કર્યા હતાં.

નેત્રહીન કલાકારો દ્વારા આયોજિત ગીત સંધ્યાના સમારોહમાં મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા દ્રારા દીપ પ્રાગટ્ય કરવામા આવ્યુ હતું સમારોહમાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જે પી જેસ્વાણી, લાયન્સ ક્લબ નઝરબાગ, રોટરી ક્લબ ઓફ મોરબી, જૈન જાગૃતિ મહિલા વિંગ, જૈન સોસીયલ ગ્રુપ , તેમજ મોરબીવાસીઓએ ખૂબ જોરસોરથી અંધ કલાકારોને વધાવી લીધાં હતાં. અંધ કલાકારોની રજુઆતથી મોરબી વાસીઓ મોહમ્મદ રફી અને કિશોર કુમારની અવાજની દુનિયામાં લિન થઈ ગયા હતાં સંસ્થા સંચાલક હતિમ રંગવાલા દ્રારા સંસ્થાનું કાર્ય ક્ષેત્ર તેમજ પરિચય આપવામાં આવ્યો . નેત્રહિન કલાકારોની કલા ને બહાર લાવવાનો સુનેરો પ્રયાસ સંસ્થા દ્રારા કરવામાં આવ્યો હતો

Comments
Loading...
WhatsApp chat