રવાપર કેનાલ પરની સોસાયટી ગરબીમાં પ્રજ્ઞાચક્ષુ બાળાઓએ ગરબાની રમઝટ બોલાવી

દિવ્યાંગ લોકોને પ્રોત્સાહન મળી રહે તે માટે પ્રધાનમંત્રી દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે મોરબીના રવાપર કેનાલ રોડ પર આવેલ રામેશ્વર અને ગ્રીનસીટી એપાર્ટમેન્ટના લોકો દ્વારા અંધજન મંડળની બાળાઓને ગરબે ધૂમવા માટે લઇ આવવામાં આવી હતી.

નવરાત્રીમાં ગરબીઓમાં નાની મોટી બાળાઓ ગરબે રમે છે તેમજ અર્વાચીન રાસોત્સવમાં ખેલૈયાઓ દાંડિયા રાસમાં અવનવા સ્ટેપ રજુ કરે છે તે સામાન્ય વાત છે પરંતુ અંધ બાળાઓ દ્વારા ગરબે ધૂમીને લોકોને મંત્ર મુગ્ધ કરી દેવામાં આવે તો તે સામાન્ય વાત ણ કહી શકાય આવા જ દર્શ્યો મોરબીના રવાપર કેનાલ રોડ પર આવેલ ગ્રીનસીટી એપાર્ટમેન્ટ દ્વારા આયોજિત ગરબીમાં જોવા મળ્યા હતા આ ગરબી મંડળમાં અંધજન મંડળની બળોને ગરબે ધૂમવા માટે લઇ આવવામાં આવી હતી જે બાળાઓની એક કૃતિ તૈયાર કરવા મતે એક થી દોઢ માસ જેટલો સમય લાગ્યો હતો.

દરવર્ષે આ લોકો નવરાત્રી પર સેવાકીય કાર્ય માટે ફંડ આપતા હોય છે જેમાં ગત વર્ષે શહીદો માટે દોઢ લાખથી વધુની રકમ આપવામાં આવી હતી તેવી જ રીતે આ વર્ષે પણ અંધજન મંડળની બાળાઓને ગરબે ધૂમવા માટે લઇ આવ્યા હતા અને તેના દ્વારા રજુ કરવામાં આવેલ અવનવી કૃતિ જોયા પછી બાળાઓને પરોત્સાહિત કરવા માટે ઉધોગકારો દ્વારા સંસ્થાને ૨.૧૧ લાખનું દાન અપર્ણ કર્યું હતું.

Comments
Loading...
WhatsApp chat