Billboard ad 1150*250

મોરબીના નાની વાવડી ગામે સામાન્ય બાબતે ત્રણ શખ્સોને માર માર્યો

0 788

મોરબીના નાની વાવડી ગામે ગાયત્રીનગરમાં તગારું દીવાલ પર હોય અને ત્યાં નજીક બેઠેલ યુવાનોને પથ્થરનો ધા કર્યો હોવાની જણાવી ત્રણ શખ્સોએ યુવાન સહીતનાને માર માર્યો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોધાઇ છે

મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા કૃણાલભાઈ ઉપેન્દ્રભાઈ ગોવાણી (ઉ.૩૦)ના પિતાના મિત્ર મનીષભાઈ જોષી બીમાર હોય જેથી કૃણાલભાઈ તથા હિતેશભાઈ આરોપીના ઘર પાસે બેઠા હોય ત્યારે આરોપીના ઘરની દીવાલ પર તગારું રાખેલ હોય જે પવનના કારણે પડતા જેથી આરોપી ઉપેન્દ્રભાઈ જોષી, લતાબેન ઉપેન્દ્રભાઈ જોષી અને ગૌરવભાઈ ઉપેન્દ્રભાઈ જોષીના ઘરમાંથી બહાર આવી ફરિયાદી કૃણાલભાઈને કહેલ કે કેમ પથ્થરના ઘા કરો છો તેમ કહી ફરિયાદી કૃણાલભાઈ તથા હિતેશભાઈ સાથે ઝધડો કરી ગાળો આપી આરોપી ઉપેન્દ્રભાઈ તથા ગૌરવભાઈએ પાઈપ વડે ફરિયાદી કૃણાલભાઈને જમણા હાથે તથા જમણી આંખની બાજુમાં ફેકચર જેવી ઈજા કરી તથા હિતેશભાઈને મૂઢ ઈજા કરી તેમજ આરોપી ગૌરવભાઈએ ફરિયાદી કૃણાલભાઈના પિતાને માથાના ભાગે પાઈપ વડે ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat