મોરબીના સેવાસદનમાં રેશનકાર્ડ કામગીરીમાં લોલમલોલ, પ્રજાને પરેશાની

મોરબીની સેવા સદન કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં નાગરિકોને રેશનકાર્ડ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જે મામલે મોરબીના સામાજિક કાર્યકરે જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે

મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે સેવાસદન કચેરીએ જનસેવા કેન્દ્રમાં રેશનકાર્ડની કામગીરી થતી હોય ત્યારે ઘણી ભૂલો થાય છે જેથી નિરક્ષર પ્રજાને મુશ્કેલી વેઠવી પડે છે કર્મચારી ભૂલ કરે છે અને કોમ્પ્યુટરની ખામી છે તેવા જવાબો આપે છે રેશનકાર્ડમાં સાત આઠ માસની બાળકીના પુરા ડોક્યુમેન્ટ હોય છતાં બાળકીની ઉમર ૨૦ વર્ષ લખાય છે

આવી ભૂલોને નિવારવી જરૂરી છે તેમજ નાગરિકોને આવકના દાખલા હાજર ના હોય જેથી પ્રજાને નાછૂટકે દાખલા ૧૦ રૂ. માં લેવા પડે છે અને પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી નાગરિકોની સમસ્યાને ધ્યાને લઈને આ અંગે યોગ્ય કરવામાં આવે અને કર્મચારીઓ દ્વારા અવારનવાર થતી ક્ષતિઓ નિવારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat