મોરબીના રોટરીનગરમાં યુવાનને છરીનો ઘા ઝીંક્યો

વીજશોક લાગતા યુવાનનું મોત

મોરબીના રોટરીનગરમાં યુવાનને છરીનો ઘા ઝીંક્યો

મોરબીના રોટરીનગર વિસ્તારના રહેવાસી નરેશભાઈ બાબુભાઈ તુરિયા કોળી (ઉ.વ.૩૦) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી હિરેન ધીરુભાઈ ખવાસ રહે. ન્યુ રીલીફનગર વાળા સાથે ગાંઠીયા આપવા બાબતે બોલાચાલી થતા આરોપીએ ગાળો આપી તેની સાથે રહેલા આરોપી નયન તથા અજાણ્યા બે માણસોએ તેને હાથમાં અને કપાળના ભાગે છરીથી છરકો કરી ગાળો આપી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

વીજશોક લાગતા યુવાનનું મોત

મોરબીના ઘૂટું રોડ પર આવેલા આઇકોન સિરામિકના કારખાનામાં મજુરી કરતા યુવાનનું અકસ્માતે મોત નીપજ્યું છે. સિરામિક કારખાનામાં કામ કરી રહેલા મનસુખ કરમશી ડુમસિયા કોળી (ઉ.વ.૩૨) નામના યુવાનને કામ કરતી વેળાએ વીજશોક લાગતા તેનું મોત નીપજ્યું છે. પોલીસે યુવાનના મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડીને વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat