રોહીદાસપરામાં જાહેર જગ્યા પચાવી પાડવાનો કારસો રચાયો

મોરબીના રોહીદાસ્પરા વિસ્તારમાં રહેણાંક મકાનોની બાજુમાં આવેલ જાહેર રસ્તાની જગ્યામાં મકાન બાંધકામ માટે ખાનગી વ્યક્તિને જાહેર જગ્યાની ફાળવણી કરવા તેમજ રસ્તાની સનદ આપવા સામે વાંધા અરજી કરવામાં આવી છે.

રોહીદાસપરા વિસ્તારના રહેવાસી દલસુખભાઈ ચૌહાણે મોરબી જીલ્લા કલેકટર અને પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે તે મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં પોતાની માલિકીની રહેણાંક જગ્યામાં મકાનમાં રહે છે. મોરબી શહેર સુધરાઈ તરફથી ગરીબ અને પછાત વર્ગના લોકોને રહેણાંક માટેના પ્લોટો સરકારની યોજના હેઠળ વર્ષ ૧૯૫૮ ની સાલમાં અઆપ્વામાં આવેલ જેમાં મકાનો બનાવ્યા છે. હાલ જે સ્થળે તેઓ વસવાટ કરે છે તેના મકાનની દક્ષીણ બાજુએ ખુલ્લી જગ્યા રાખેલ છે. જેનો હલણ તરીકેના રસ્તાનો ઉપયોગ થાય છે. આ રસ્તો રોહીદાસપરા શેરી નં ૦૬ માં આવવા જવા માટે થાય છે. હાલ આ રસ્તાની જગ્યાને ખુલ્લો પ્લોટ દર્શાવીને વિસ્તારના માણસો તથા લત્તાના આગેવાનો મળીને સરકાર પાસેથી જાહેર રસ્તાને પ્લોટમાં દર્શાવી જગ્યાની ગેરકાયદેસર રીતે સરકાર સાથે છેતરપીંડી કરીને જગ્યાની સનદ મેળવવા માંગણી કરેલ છે. જેથી આ જગ્યાની રસ્તા તરીકે ઉપયોગ લેવાનો હોઈ રહેણાંક માટે સનદ આપવા સામે વાંધો છે. જાહેર રસ્તાની જગ્યામાં મકાનો બનાવવા માટેની સનદો મેળવવા માણસો માંગણી કરે તો જાહેર રસ્તાની જગ્યામાં મકાનો બનાવવા માટેની સનદો મેળવવા માણસો માંગણી કરે તો જાહેર રસ્તાની જગ્યાની સનદ કોઈપણ આસામીને આપવી નહિ તેમજ સરકારી જગ્યાનું ગેરકાયદેસર વેચાણ કરવાના સરકારના પરિપત્રનો ખુલ્લો ભંગ થતો હોય કાનૂની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ પણ જણાવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat