

મોરબી કોર્ટે આજે ચેક રીટર્ન કેસમાં આરોપીને છ માસની જેલની સજા ફટકારી છે જયારે ૧.૩૫ લાખની રકમના બદલામાં દોઢી રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે
મોરબીના રહેવાસી રવિ હિરાણીએ વર્ષ ૨૦૧૩ માં આરોપી હાર્દિક પૂજારાને ૧.૩૫ લાખની રકમ હાથ ઉછીના આપ્યા હોય જે પરત આપવા પેટે જુલાઈ ૨૦૧૩ માં ચેક આપ્યો હતો જોકે આ ચેક રીટર્ન થતા આ મામલે ચેક રીટર્નનો કેસ કર્યો હતો જે અંગેનો કેસ આંજે મોરબીની કોર્ટમાં ચાલી જતા આર. એમ. કલોત્રાની કોર્ટે ફરિયાદી પક્ષના વકીલ સી.પી.સોરીયાની દલીલો અને પુરાવાને ધ્યાને લઈને આરોપી હાર્દિક પુજારાને દોષિત ઠેરવ્યો હતો અને આરોપીને છ માસની સજા ફટકારવામાં આવી છે તે ઉપરાંત ફરિયાદીને દોઢી રકમ ૨,૦૨,૫૦૦ ચૂકવવાનો આદેશ કર્યો છે