હળવદના રાયધ્રા ગામે વાડીમાં જુગાર રમતા છ શકુની ઝડપાયા

હળવદ તાલુકાના  રાયધ્રા ગામે વાડીમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને હળવદ પોલીસે ૧ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવહી હાથ ધરી છે.

હળવદના રાયધ્રા ગામે રહેતા માંડણભાઈ ભોજાભાઈ કોળીની વાડીમાં નાલ ઉધરાવી ભીમાભાઇ રૂડાભાઈ કોળી, રજનીકાંત ઉર્ફે લાલો શિવલાલ ધોરીયાણી, જયેશભાઈ હરજીભાઈ ધોરીયાણી, રસિકભાઈ બેચરભાઈ કાલરીયા અને દિનેશભાઈ હીરાભાઈ કોળીને ભેગા કરી જુગાર રમતા હળવદ પોલીસે રોકડ રકમ કીમત ૫૯૯૦૦, મોબાઈલ નંગ-૪ કીમત રૂ.૨૦૦૦ અને સાયકલ નંગ-૨ કીમત રૂ.૪૦૦૦૦ એમ કુલ મળી ૧,૦૧,૯૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

Comments
Loading...
WhatsApp chat