

મોરબીના રણછોડનગર વિસ્તારના રહેવાસી કિશન નરોતમભાઈ હરિયાણી બાવાજી (ઉ.વ.૨૬) નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ચીના ટીના લુવાણા રહે. રણછોડનગર વાળા પણ માવાના ઉધારીના પૈસા માંગતા હોય જે ફરિયાદી યુવાન પાસે માંગતા યુવાને પગાર થાય એટલે આપી દઈશ જેથી આરોપી ઉશ્કેરાઈ જઈને છરી વડે ડાબા હાથે ઈજા કરી ગાળો આપી જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગ કર્યો હતો. મોરબી બી ડીવીઝન પોલીસે મારામારીના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.